ઉના તાલુકાના દરિયાકાંઠે આવેલા નવાબંદર ગામના માછીમાર બાબુભાઈ બાંભણિયા નિઝામુદ્દીન ૧ નામની બોટમાં ખલાસી તરીકે કામ કરતા હતા. માર્ચ ૨૦૧૭ માં પાકિસ્તાન મરીન સિકયુરિટી ગાર્ડ દ્વારા આ બોટ સહિત ૭ વ્યક્તિ ને બંદી બનાવી જેલમાં કેદ કર્યા હતા સજા પૂર્ણ થતાં નવાબંદર આ માછીમાર સિવાય તમામ ૬ માછીમાર પાકિસ્તાનની જેલમાંથી વર્ષ ૨૦૧૮ માદરે વતન પહોંચ્યાં હતાં પરંતુ બાબુભાઈ બાંભણિયા ને મુક્ત કર્યા નહોતા તેણે પરિવારને પત્ર લખ્યો ત્યારે ખબર પડી કે પાકિસ્તાન જેલમાં તેમનાં પિતાનું નામ ભૂલ થી કરશનભાઈ ની જગ્યા એ કિશનભાઈ લખાઇ ગયું હતું જેથી તેમને મુક્ત કરવામાં આવ્યા નથી.
તેમનાં પરિવારે તેમને જેલમાંથી છોડાવવા માટે અંદાજે ૫૦ જેટલા રાજકીય અને સામાજિક આગેવાનો ને તેમની ફાઈલ અને જરૂરી ડોક્યુમેન્ટ આપ્યા હતા પરંતુ એકપણ આગેવાન પાસેથી હકારાત્મક જવાબ મળ્યો નહોતો અંતે તો આ પરિવાર પણ હિંમત હારી ગયો હતો આ માછીમાર જેલમાંથી તેનાં પરિવાર ટપાલ લખતો તેમાં તેને મુક્ત કરાવવા માટે પોતાની વેદના વ્યક્ત કરતો પરંતુ અજ્ઞાન અને અશિક્ષિત પરિવારને કોઈ રસ્તો દેખાતો નહોતો. ત્યારે આ વાતની જાણ એક વર્ષ પહેલાં ઉનાના યુવા આગેવાન રસિકભાઈ ચાવડા અને રાજુલા ના યુવા આગેવાન અજય શિયાળ ને મળતા તેવો આ પરિવારનો સંપર્ક કરી તેમની પાસે થી તેની ફાઈલ તથા જરૂરી ડોક્યુમેન્ટ મંગાવેલા અને આ બંને આગેવાનો એ તેનો અભ્યાસ કરી મહામહિમ રાષ્ટ્રપતિ જી, ભારતીય હાઈ કમિશન ઈસ્લામાબાદ, વિદેશ મંત્રાલય, વિદેશ મંત્રી નાં કાર્યાલય તથા ફિશરીઝ કમિશ્નર ગાંધીનગર સહિતના વિભાગો ને પત્ર લખી આ માછીમાર નાં જરૂરી તમામ ડોક્યુમેન્ટ સાથે જોડી ને ગત જુલાઇ ૨૦૨૦ માં રજૂઆત કરે છે અને ફક્ત ૧૫ દિવસ જેવા ટૂંકા ગાળામાં આ પત્રોનો હકારાત્મક જવાબ ભારતીય હાઈ કમિશન ઈસ્લામાબાદ તથા ફિશરીઝ કમિશ્નર ગાંધીનગર તરફથી મળ્યો હતો આને આ માછીમાર નાં પિતાનું નામ ગૃહ મંત્રાલય દ્વારા સુધારી લીધું હતું અને અન્ય જરૂરી કાર્યવાહી પૂર્ણ હતી.
ત્યારે પાકિસ્તાની જેલો માં કેદ ૨૦ જેટલા માછીમારો મુકત થઇ રહ્યા છે તેમાં નવાબંદર નાં માછીમાર બાબુભાઈ બાંભણીયા પણ મુક્ત થઈ માદરે વતન પરત આવી રહ્યા છે આ બંને યુવા આગેવાનો ની સચોટ અને યોગ્ય રજૂઆત નાં પરિણામે છેલ્લા ૪ વર્ષ થી પાકિસ્તાનની જેલમાં કેદ માછીમાર માદરે વતન પરત ફરી રહ્યા છે ત્યારે તેમનાં પરિવારમાં પણ ખૂશી નો માહોલ છે અને આ બંને યુવા આગેવાન નો આભાર વ્યક્ત કર્યો હતો.







