આજે CM રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં રાજયના 36 શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂન થી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવા માટેની છૂટ આપી છે.

જેમાં હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી કરી શકાશે. રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક સપ્તાહ વધારવાની મુખ્યમંત્રી એ જાહેરાત કરી છે. એટલે કે આ 36 શહેરોમાં 4 જૂન થી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો રહેશે. જ્યારે સવારના 9 થી સાંજના 6 સુધી નક્કી કરેલા ધંધા રોજગાર ખુલ્લા રાખી શકાશે