લોકસભાની ચૂંટણી તો પૂજર્ન થઈ ગઈ પરંતુ ચૂંટણીમાં થયેલ વિવાદ હજુ પણ શાંત થવાનું નામ નથી લેતો. ચૂંટણીમાં સુરત બેઠક પર હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો ત્યારે હવે આ બેઠક પર કોંગ્રેસના ગુમ થયેલા ઉમેદવાર સામે આવ્યા છે. તેમણે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ ગદ્દાર છે.
22 દિવસ બાદ અચાનક જ નિલેશ કુંભાણી મીડિયા સમક્ષ પ્રગટ થયા છે. ઉમેદવાર રદ્દ થવાની બબાલ વચ્ચે કુંભાણીએ કહ્યું કે, કૉંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે. કૉંગ્રેસે મને વર્ષ 2017માં ટિકિટ આપ્યા પછી કાપી નાંખી હતી અને તે પણ છેલ્લી ઘડીએ કાપી હતી. મારી ટિકિટ પાછી ખેંચી લીધી તેનો બદલો લીધો છે. મારે ભાજપ સાથે કોઈ સંબંધ નથી.
કુંભાણીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું, ટીકીટ મળી ત્યારથી કોંગ્રેસના કાર્યકર્તા, નેતા સાથ આપતા નહોતો. ડોર ટૂ ડોર પ્રચારમાં જઈએ ત્યારે કોઇ સાથે આવે નહીં. અહીંયા બની બેઠેલા કોંગ્રેસના નેતા પણ સાથ નહોતા આપતા. પ્રતાપભાઈ મારા ભાગીદાર છે, કોંગ્રેસેના નેતાએ મારી સાથે ગદ્દારી કરી છે.
View this post on Instagram
અત્યાર સુધી નિલેશ કુંભાણી સૌરાષ્ટ્રમાં તેમની વાડી અને તેમના ઘરે હતા. તેમણે કહ્યું, હું અમદાવાદ જતો હતો ત્યાં કરજણ પહોંચ્યો ત્યાં મારા ઘરે કોંગ્રેસ ના નેતા આવી વિરોધ કર્યો. મારા ભાજપ સાથે કોઇ સબંધ નથી. મારા ટેકેદારો કોંગ્રેસના નેતાઓથી થાકી ગયા હતા, કોઇ વિધાનસભામાં સાથ આપતા ન હતા.

સળગતું તણખલું
નિલેશ કુંભાણીએ તો પોતાનો બદલો લઈ લીધો છે કોંગ્રેસ સાથે. પરંતુ સવાલ એ છે કે કોંગ્રેસ સાથે બદલો લેવાની આડમાં નિલેશ કુંભાણીએ આડકતરી સુરતની જનતા પાસે 2024ની લોકસભાની ચૂંટણીમાં મત આપવાનો હક્ક છીનવી લીધો છે. ત્યારે હવે નિલેશ કુંભાણી ચૂંટણી લડવા ઉતરે તો સુરતની જનતા પણ બદલો ન લે એ જોઈને ચૂંટણી લડશે કે પછી…







