ગુજરાતમાં વરસાદ ખેંચાતા પાણીના અભાવે ખેડૂતોની હાલત કફોડી બની છે અને બાજરી, મકાઈ, ડાંગર, મગફળી, કપાસના વાવેતરમાં ફાલ કરમાઈ રહ્યો છે. એકાદ સપ્તાહમાં પુરતુ પાણી નહિ મળે તો ગુજરાતમાં ખરીફ પાકમાં ખેડ, ખાતર અને બિયારણ નો ખર્ચ પણ ખેડૂતોને એળે જશે. જેને દયાને લઈ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કિસાનોના હિતમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે તે હેતુસર બુધવાર તા.7મી જુલાઇથી એટલેકે આવતી કાળ થી ખેડૂતોને વધુ બે કલાક વીજળી આપવાનો નિર્ણય લેવાયો છે.
હાલ રાજ્યમાં ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવી રહી છે તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બે કલાકનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આમ હવે રાજ્યના ખેડૂતોને બુધવાર તા. 7મી જુલાઇથી 8ને બદલે 10 કલાક વીજળી મળશે.







