દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટના મહેમાન બન્યા હતા અને આજે સૌરાષ્ટ્રવાસીઓને રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને વધાવવા રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓમાં અનેરો જ થનગનાટ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે રાજકોટિયનો બપોરે 1થી 4 વાગ્યાના સમયગાળામાં આરામમાં જ હોય પરંતુ આજે પ્રધાનમંત્રી રાજકોટની મુલાકાતે હતા અને એમની રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાયેલી સભામાં જંગી જનમેદની ઉમટી પડી હતી. PM રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આપને જણાવીએ કે, પ્રધનામંત્રીએ એરપોર્ટનાં ટર્મીનલ બિલ્ડીંગનું નિરિક્ષણ કરી લોકાર્પણ કર્યું છે.
રાજકોટથી આટલુ દૂર છે હીરાસર એરપોર્ટ
રાજકોટના કુવાડવા ગામ પાસે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને 1032 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. જેમાં 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે અને પેસેન્જર ટર્મિનલ વિસ્તાર 23 હજાર ચોરસ મીટરનો છે. રાજકોટના આ એરપોર્ટના રનવેની કુલ લંબાઈ 3.4 કિમી છે.
જમ્બો એરક્રાફ્ટ થઈ શકશે લેન્ડ
આ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર 280થી વધુ મુસાફરોની વહનક્ષમતા અને પ્રતિ કલાક 5,375 કિલોમીટરની સ્પીડથી ઊડી શકે એવાં ‘સી’ પ્રકારનાં પ્લેન ઓપરેટ થશે. આને પગલે એરબસ (A 320-200), બોઇંગ (B 737-900) જેવાં વિમાનોની સુવિધા રાજકોટ સહિત સૌરાષ્ટ્રને મળવા લાગશે.
8 ઈમિગ્રેશન કાઉન્ટર હશે
એરપોર્ટ પર સોલાર પાવર સિસ્ટમ, ગ્રીન બેલ્ટ તથા રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. આ એરપોર્ટ પર સમાંતર બે ટેક્સી-વે રહેશે તથા એપ્રન, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો, MRO/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે. એરપોર્ટ પર સાત બોર્ડિંગ ગેટ હશે, જેમાંથી ત્રણ એરોબ્રિજ હશે અને ત્રણ કન્વેયર બેલ્ટ હશે. એરપોર્ટ આંતરરાષ્ટ્રીય હોવાથી બે કસ્ટમ કાઉન્ટર સાથે 8 ઈમિગ્રેશન કાઉન્ટર હશે.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ
• રાજકોટથી આશરે 30 કિલોમીટર દૂર, નેશનલ હાઇવે નં-27 નજીક હિરાસર ગામ પાસે રૂપિયા 1405 કરોડના ખર્ચે થયું રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ.
• 7 ઓક્ટોબર 2017 ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વરદહસ્તે ચોટીલા પાસે હિરાસર ગામમાં આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ ભૂમિપૂજન થયું હતું.
• રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનો પી.એમ. ગતિશક્તિ પ્રોજેક્ટમાં સમાવેશ.
• એરપોર્ટની ગેલેરી ગુજરાતના સમૃદ્ધ વારસા અને પરંપરાઓની ઝલક પૂરી પાડે છે. આ ગેલેરી રણજીત વિલાસ પેલેસ, દાંડિયા અને રાજ્યના લોકનૃત્યોની કલાથી શણગારવામાં આવી છે.
• સમગ્ર એરપોર્ટ સંકુલ 2534 એકરમાં ફેલાયેલું છે. આ એરપોર્ટ 3040 મીટર લાંબો અને 45 મીટર પહોળો રન-વે ધરાવે છે. જેના પર એકસાથે 14 વિમાનની પાર્કિંગ ક્ષમતા.
• એરપોર્ટમાં 23 હજાર ચોરસ મીટરમાં પેસેન્જર ટર્મિનલ બનાવાયું.







