રામાયણ સિરિયલ (ramayan serial)માં રાવણ (ramayan serial ravan)નું પાત્ર ભજવનાર અને ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અરવીંદ ત્રિવેદી (arvind trivedi)ના નિધનના સમાચારથી ગુજરાતી ફિલ્મ જગતમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે. રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં રાવણનું ફેમસ પાત્ર ભજવનારા કલાકાર અરવિંદ ત્રિવેદીનું દુઃખદ નિધન થયું છે. અરવિંદ ત્રિવેદીએ આ ઉપરાંત ઘણાં નાટક, હિન્દી-ગુજરાતી ફિલ્મો સહિત સિરિયલ્સમાં પણ અભિનય કર્યો છે.

અરવિંદ ત્રિવેદીએ અંદાજે 300થી વધુ ગુજરાતી ફિલ્મો, તથા અનેક નાટકો અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું, જેથી તેમને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ભિષ્મ પિતામહ પણ કહેવામાં આવતા હતા. મૂળ ઈડરના કુકડિયા ગામના વતની અને ભાજપના પૂર્વ સાંસદ અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો, પરંતુ તેમની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોમાંથી થઈ હતી. તેમના ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ફિલ્મ્સના સુપરસ્ટાર હતા.