જૂનાગઢ તા.૧૪ મહાશિવરાત્રીનો મેળો રોજગારીનું પણ માધ્યમ બન્યો છે, આ મેળામાં નડિયાદ જિલ્લા ઉપરાંત મહારાષ્ટ્રથી પણ ટેટુ આર્ટિસ્ટ આવ્યા છે, જે ભાવિકોને કલાત્મક ટેટુઓ કંડારી આપે છે.
નડિયાદના મીનાવાળાના એક ટેટુ આર્ટિસ્ટ વિજય જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને હર હર મહાદેવ, ૐ, જય માતાજી વગેરે હેન્ડ રાઇટિંગ ઉપરાંત જુદી જુદી કલાત્મક ડિઝાઇન વગેરે બનાવી આપીએ છીએ, મશીન દ્વારા બનાવવામાં આવતું આ ટેટુઓ ગણતરીની મિનિટોમાં તૈયાર થઈ જાય છે.
મળી રહી છે સારી રોજગારી
મહાશિવરાત્રીના મેળામાં ડાકોરથી આવેલા અન્ય એક ટેટુ આર્ટિસ્ટે જણાવ્યું કે, રૂ. 20 શરૂ કરીને રૂ. 2000 સુધીનું ટેટુ બનાવી આપીએ છીએ. વધુમાં એમ પણ કહ્યું કે, મહાશિવરાત્રીના મેળામાં સારી એવી રોજગારી પણ મળી રહે છે.
ઉલ્લેખનીય છે કે, મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોના હૈયે અનેરો ઉત્સાહ હોય છે, ત્યારે ખાસ જુદા જુદા આકર્ષણમાં ભાવિકો પોતાની શ્રદ્ધા અને પસંદગી મુજબના કલાત્મક ટેટુઓ હોંશે હોંશે બનાવડાવતા હોય છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો







