બગસરા રૂપેશ રૂપારેલીયા / બગસરા પૂ.પા.ગો.૧૦૮ શ્રીપ્રભુજી મહારાજશ્રીની આજ્ઞાને મોટી હવેલીના યુવરાજ પૂ.પા.ગો.૧૦૮ શ્રીરાસેશ્વર બાવાના નિશ્રામાં શ્રીમદ્દ જગતગુરુ વલ્લભાચાર્યજીનો ૫૪૯મો પ્રાગટય (પ્રાદુર્ભાવ) ચૈત્ર વદ૧૧ને તા.૧૩/૦૪/૨૦૨૬ને સોમવારના રોજ ભવ્યથી ભવ્યતી દિવ્ય ઉજવણી બગસરા મોટી હવેલીમા ઉજવાઈ હતી જેમાં પ્રાતઃ કાળથી વલ્લભી વૈષ્ણેવો બગસરા મોટી હવેલી ખાતે પ્રભાત ફેરી ધ્વજવંદન મંગળા દર્શન શૃંગાર દર્શન નંદભયો પલના દર્શન રાજભોગ દર્શન તિલક આરતી સહિતના દિવ્ય ઝાંખી ઠાકોરજીની કરાવવામાં આવી હતી તેમજ બપોરે મધ ખેલમાં મનોરથી નવલભાઈ અમૃતલાલ મસરાણી દ્વારા ૩૦૦૦થી વધુ પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણેવોને પાંગતે પાતળ ઉપર મહાપ્રસાદ લેવરાવ્યાં હતા તેમજ બપોર બાદ ગાડા ટ્રેક્ટર તેમજ પગપાળામાં દિવ્ય વર્ણાગી સંજયભાઈ નળિયાધરાના નિવાસ સ્થાનેથી શિક્ષક સોસાયટી પ્રસ્થાન કરી બગસરા ના હૃદય સમાન વિસ્તારોમાં ફરી બગસરા મોટી હવેલી ખાતે પધારી હતી જ્યાં મોટી હવેલીના યુવરાજ પૂ.પા.ગો.૧૦૮શ્રી રાસેશ્વર બાવાશ્રી દ્વારા તેમની મધુરવાણી દ્વારા શ્રીમદ જગત ગુરુ શ્રીવલ્લભાચાર્ય દ્વારા આલેખાયેલ વ્યાખ્યાનના વચનામૃત કરેલ તેમજ પૂ.પ.ગો.૧૦૮ શ્રીપ્રભુજી મહારાજશ્રી દ્વારા તેમની અલભવ્ય વાણીથી વૈષ્ણવોને મંત્રમુગ્ધ કર્યા હતા બાદમાં વૈષ્ણેવોને હીંચ કીર્તન અને મહારાસ લેવરાવવામાં આવેલ આમ શ્રીમદ્દ વલ્લભાચાર્યજીનો દિવ્ય પ્રાદુર્ભાવ ઉજવવામાં આવ્યો હતો જેમાં બગસરા મોટી હવેલીના બગસરા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ ઉત્સવ સમિતિ, મહાલક્ષ્મી મહિલા મંડળ અને બગસરા વૈષ્ણવ યુથ કલબ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતું આ પ્રાદુર્ભાવને દિવ્ય ઉજવણી કરાઈ.






