રાજ્યમાં ક્યાંય પણ આગની ઘટના ઘટે છે. ત્યારે હજુ પણ તક્ષશિલા કાંડના દ્રશ્યો સતત સામે આવતા રહે છે. ત્યારે ફરી આજે એક વાર તક્ષશિલા કાંડજેવી ઘટના રાજકોટમાં ઘટી છે. જેમાં 5 સ્ટાર હોટલની નજીક ના ગેમઝોનમાં આગ લાગી છે. 24 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે સવાલ એ છે કે તક્ષશિલા આગ કાંડ માંથી શું શીખ્યા? નેતાઓ એ રોટલા શેકયા? અને લોકોએ ફરી આજે જીવ ગુમાવ્યો.

તક્ષશિલા કાંડને આજે 5 વર્ષ અને એક દિવસ થયો હતો. અને ફરી આગની એક ઘટના સામે આવી છે. જેમાં 24 લોકોના મોત થાય છે. અને લાશ પણ ઓળખી શકાય તેમ નથી તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. લાગે છે કે તક્ષશિલા કાંડથી કાઈજ નથી શીખ્યા. સતતધારી પક્ષ અને વિપક્ષ બંનેએ ફક્ત નિવેદનબાજી જ કરી છે અને જાનતા જીવ ગુમાવતી રહી.

સવાલ એ છે વર્ષ 2021થી રાજકોટમાં TRP ગેમઝોન ધમધમે છે. રાજકોટ જેવા શહેરમાં લાંબા સમયથી ધમધમતા આ ગેમઝોન પાસે ફાયર NOC જ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગેમઝોન પાસે ફાયર NOC ન હોવાનો ખુદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્વીકાર કર્યો છે. ત્યારે નાના લારી વાળા અને રસ્તા નજીક બેસી ધંધો કરનાર નજરમાં આવે છે તો આ 24 લોકોના જીવ લેનાર TRP ગેમઝોન નજરમાં કેમ ના આવ્યું? વિપક્ષ આ વખતે ફક્ત નિવેદનબાજી જ કરશે કે કોઈ એક્શનમાં આવશે. કારણ કે તક્ષશિલા કાંડ થયો ત્યારે પણ ચૂંટણી પૂર્ણ થઈ હતી અને આજે આ અગ્નિકાંડ વખતે પણ ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. વિપક્ષ નિવેદનબાજી જ કરશે કે પછી લોકોને ન્યાય અપાવવા કઇક કરશે. સવાલ ફક્ત એક જ છે કે 24 લોકોના હત્યારા કોણ? ગેમઝોન ? તંત્ર? કે પછી અન્ય…

શું હતો તક્ષશિલા કાંડ
24 મે, 2019ના દિવસે તક્ષશિલા બિલ્ડિંગની પાછળના ભાગમાં સ્પ્લિટ એરકન્ડિશનરના આઉટર યુનિટમાં સ્પાર્ક થવાથી આગની શરૂઆત થઈ હતી. જાહેરાત માટે લગાડવામાં આવેલી વિશાળ પેનલ આ આગની ઝપેટમાં આવી ગઈ હતી. આ દરમિયાન નીચેની આગ મીટરરૂમ સુધી પહોંચી ગઈ હતી અને તે સળગી ઊઠ્યો હતો. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં ચાલી રહેલા ટ્યુશન ક્લાસમાં આગ લાગવાથી 22 જેટલા માસુમ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.