VAJUBHAI VALA

કર્ણાટકના રાજ્યપાલ તરીકે વજુભાઈ વાળાનો કાર્યકાળ પૂરો થયો છે ત્યારે હવે તે ફરી પોતાના અટન રાજકોટ આવ્યા છે અને ફરી રાજકારણમાં સક્રિય થયા છે ત્યારે અનેક તર્ક લગાવવામાં આવી રહ્યા છે

રાજકોટમાં વજુભાઇ વાળાને ત્યા મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી રણનીતિ અને સામાજિક એકતા માટે રાજકીય શક્તિ પ્રદર્શનની રણનીતિને લઇને કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, માવજી ડોડિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ દરમિયાન વજુભાઇ વાળાએ 2022ની વિધાનસભા ચૂંટણીને લઇને વાત કરી હતી.

વજુભાઈ વાળા એ આજે જણાવ્યુ કે , 2022ની ચૂંટણીમાં પક્ષના હું કાર્યકર તરીકે કામ કરીને બે તૃતીયાંશ બહુમતી માટે મહેનત કરીશ. હું સતામાં નહીં સંગઠનમાં કામ કરીશ. રાજકારણમાં હું હંમેશા સક્રિય રહેવાનું છું રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો કોઈ સવાલ જ નથી. CM વિજય રૂપાણી યોગ્ય કામગીરી કરી રહ્યા છે. તેઓ હાલ દરેક સમાજને સાથે લઈને ચાલે છે. જેને લઈને કારડીયા રાજપૂત કે અન્ય કોઈ સમાજને અન્યાય થયો હોવાનો સવાલ જ નથી. આ ઉપરાંત તેમણે 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત હોવાનો દાવો પણ તેમણે કર્યો છે.