લોકસભાની ચૂંટણીમાં અમરેલી કેન્દ્રમાં રહ્યું હતું. પરશોત્તમ રૂપલનું વિવાદિત નિવેદન, પ્રતાબ દૂધાતના ચાબખા, ભાજપના ઉમેદવારનો વિરોધ અને મૂળ અમરેલીના વાતની નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થવું અને ત્યાર બાદ પ્રતાબ દૂધાતની નિલેશ કુંભાણીને ધમકી. આ ચૂંટણી પૂરતું જ સીમિત ન રહ્યું ચૂંટણી બાદ પણ આ વિવાદ શરૂ રહ્યો. ચૂંટણી બાદ નિલેશ કુંભાણીએ કહ્યું કે કોઈ માઈ નો લાલ હાથ અડાડીને જોવે ત્યારે આ મામલે પ્રતાપ દૂધાતે ટોણો માર્યો છે.
અમરેલી ખાતે મળેલી ઈંડીયા ગઠબંધન ની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે સુરતના નિલેશ કુંભાણી પર પલટવાર કર્યો હતો અને જણાવ્યું હતું કે મર્દ માણસ હોય તો જાહેરમાં રહેવુ જોઈએ છુપાઈને નહી.
નિલેશ કુંભાણીને લઈ પ્રતાપ દૂધાતે કહ્યું કે જાહેર જીવનમાં કોઈને મારી નાખવાની વાત ન હોય. કોઈ માઈ નો લાલ હાથ અડાડશે કે નહીં એ તો સુરતની જનતા નક્કી કરશે. મરદ માણસ લોકોની વચ્ચે રહે, મદાર માણસ લોકોની વચ્ચે ફરે. એ વ્યક્તિ મીની બઝારમાં જાય. લોકોની વચ્ચે જાય ત્યારે જ ખાબેર પડશે કે કોણ હાથ અડાડશે અને કોણ નહીં. એ સુરત છે અને સુરતની જનતા છે.
અમારા સાથે સોશિયલ મીડિયામાં જોડાવવા માટે અહી ક્લિક કરો
Whatsapp
Instagram
Facebook







