રાજકોટના ગેમઝોનમાં બનેલી ઘટનાએ સૌ કોઈના હૈયા વ્યથિત કરી દીધા છે. એટલું દુઃખ છે કે શબ્દોમાં વ્યક્ત કરવુ અઘરુ થઈ રહ્યું છે. રાજકોટ શહેરના કાલાવડ રોડ પર TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગતા 24 લોકોના મોત થયા છે, મૃત્યુઆંક વધવાની સંભાવના છે. એટલી હદે મૃતદેહો બળી ગયા છે કે ઓળખ કરવા માટે DNA ટેસ્ટ કરવામાં આવશે. હૈયુ ફાટી જાય તેવુ રુદન પરિવાજનો કરી રહ્યાં છે. કોને ખબર હતી કે આ ગેમઝોન જિંદગી સાથે ગેમ કરી જશે.
હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના
રાજકોટમાં આખું ગેમઝોન આગમાં બળીને ખાક થઇ ગયું છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર આનંદ પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટે ગોટા દેખાયા હતા. મહત્વનું છે કે ખાલી એક કલાકની અંદર જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી. આ ઘટના બાદ સંચાલક અને મેનેજર સહિત ચારની ઘરપકડ કરવામાં આવી છે. હર્ષ સંઘવી પણ રાજકોટ જવા રાવાના થયા છે. તેઓ હોસ્પિટલ-ઘટનાસ્થળની મુલાકાત લેશે.
વધુ માહિતી માટે આ નંબર પર સંપર્ક કરો
આજ રોજ ગેમઝોન ફાયર દુર્ઘટના સંદર્ભે પુછપરછ માટે સિવિલ હોસ્પિટલ આવતા લોકોને કોઈ પણ માહિતીની જરૂર હોઈ તો નીચે મુજબ પોલીસ અધિકારીઓને સંપર્ક કરવા વિનંતી છે.
કોન્ટેક્ટ નંબર
+917698983267 (ઝણકટ, પીઆઈ)
+919978913796 (વીજી પટેલ, એસીપી)
રાજકોટની હૉસ્પિટલ મૃતદેહોથી ભરાઈ ગઈ અને તમામ મૃતદેહને DNA ટેસ્ટ માટે જૂના કોવિડ વૉર્ડમાં લઈ જવા સૂચના આપવામા આવી. અમે અહીં દ્રશ્યો તમારી સામે નથી મુકી શકતા કેમ કે તમે વિચલીત થઈ જશો જોઈને જ્યારે અમે એ દ્રશ્યો જોયા ત્યારે સીધુ મોત અમને પણ દેખાયું. ઈશ્વર એ તમામ આત્માને શાંતિ આપે એવી અમારી પ્રાર્થના.







